કલ્પના કરો કે જીવનમાં કોઈક એવું મળે જે કઠપૂતળી બનીને તમારી આગળ પાછળ ફરે! તમારા કહ્યા અનુસાર એ પોતાનું કર્તવ્ય સમજીને એની ખુશીના બલિદાન આપે! કોઈ અવાજ ન ઉઠાવે અને તમારા કહેવા અનુસાર જ પોતાની જિંદગી જીવે! આ બધું સાંભળીને મનમાં એક જ વિચાર આવે કે આ બધું સંભવ છે કે નહિ! અત્યારના સમયમાં અથવા વીતેલા સમયમાં કોઈ એવું હશે કે નહિ, એ તો એક પ્રશ્ન છે. પણ બીજાની ખુશીઓમાં પોતાની ખુશી અને બીજાના દુઃખમાં દુઃખી થનારી, અંતે પોતાના માન સન્માન ખાતર આત્મનિર્ભર બનનારી નારી વિશે જાણવું રસપ્રદ રહેશે...
આ વાતની શરૂઆત થાય છે મુંબઈની એક બદનામ ગલીથી, જેની માલકીન છે ગહેના બાનું ઉર્ફ ગુડિયા બાનું! જેની બદનામ ગલીમાં એક સોળ વર્ષની માસૂમ મેધાને એના જ પતિ દ્વારા વેચવામાં...