ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ બુકમાં દર્શાવવામાં આવ્યું છે કે આ સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થતું હશે. કોઈ જાણતું નથી આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. સમયે-સમયે પરિવર્તન થાય, જીવન મૃત્યુની આ અદભૂત કળા કેવી રીતે કાર્ય કરતી હશે કોઈ નથી જાણતું. આ એક રહસ્ય કહાની છે,
આ એક રહસ્યમય કહાની છે જેમાં સ્વર્ગલોક દેખાડવામાં આવ્યું છે. જેની અંદર મનુષ્યજીવ રૂપી અદ્રશ્ય શક્તિના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ દર્શાવવામાં આવ્યા છે. દરેકનું કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે. કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર દરેક ડિપાર્ટમેન્ટ પોતાના કાર્ય દ્વારા ચલાવે છે તેનું સુંદર દ્રશ્ય અહીં દર્શાવવામાં આવ્યું છે. આ કહાનીમાં એક સત્યતા છુપાયેલી છે કે જે જેવા કર્મ કરે છે તેને તે મુજબનું ફળ પ્રાપ્ત થાય છે. અહીં દરેક જીવના નિયમો સરખા છે અને તેનો સમયકાલ પણ નિશ્ચિત છે. જે જીવ જેવા કર્મ કરે છે એ પ્રમાણે તેનું ભાગ્ય લખાય છે અને જે થવાનું હોય તે થઈને જ રહે છે. આ કહાનીમાં બે દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે, એક સ્વર્ગલોકનું કે જેના દ્વરા ધરતીલોકનું સંચાલન કરવામાં આવે છે. ધરતીલોકના દરેક જીવને તેમાં આવરી લેવામાં આવ્યા છે. આપણે ધરતીલોકના જીવ છીએ અને તેનું સ્વરૂપ ઓળખવા ઈશ્વરે દેહની રચના કરી છે, કોઇપણ દેહમાં રહેલા જીવને નિશ્ચિત સમયે દેહ છોડી અન્ય યોનિમાં પ્રવેશ કરવો જ પડે છે, ચાહે તેની ઈચ્છા હોય કે ન હોય. મનુષ્યગણ પોતાને સર્વશ્રેષ્ઠ ગણવાની ઘેલછામાં એવું કૃત્ય કરી બેસે છે કે આ સૃષ્ટિનો જ વિનાશક અંત આવી જાય છે.
આ બુકમાં લખવામાં આવેલી કહાની ભલે કલ્પના દ્વારા લખાએલી હોય પરંતુ કર્મની હકીકત કોઈ બદલી શકવાનું નથી. કોઈ પણ જીવની એટલી તાકત નથી કે તે સ્વર્ગલોક જોઈને ફરી ધરતીલોક આવે. આપણે તો માત્ર કલ્પના કરી શકીએ બાકી ઈશ્વરે રચેલી આ સૃષ્ટિમાં કોઈ છેડછાડ ન જ કરી શકે.
ડિપાર્ટમેન્ટ ઓફ લાઈફ બુકમાં દર્શાવવામાં આવ્યું છે કે આ સૃષ્ટિનું સંચાલન કેવી રીતે થતું હશે. કોઈ જાણતું નથી આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે. સમયે-સમયે પરિવર્તન થાય, જીવન મૃત્યુની આ અદભૂત કળા કેવી રીતે કાર્ય કરતી હશે કોઈ નથી જાણતું.
આ એક રહસ્યમય કહાની છે જેમાં સ્વર્ગલોક દેખાડવામાં આવ્યું છે. જેની અંદર મનુષ્યજીવ રૂપી અદ્રશ્ય શક્તિના અલગ-અલગ ડિપાર્ટમેન્ટ દર્શાવવામાં આવ્યા છે. દરેકનું કાર્ય એકબીજા સાથે સંકળાયેલા છે. કેવી રીતે આ સૃષ્ટિનું ચક્ર દરેક ડિપાર્ટમેન્ટ પોતાના કાર્ય દ્વારા ચલાવે છે તેનું સુંદર દ્રશ્ય અહીં દર્શાવવામાં આવ્યું છે. આ કહાનીમાં એક સત્યતા છુપાયેલી છે કે જે જેવા કર્મ કરે છે તેને તે મુજબનું ફળ પ્રાપ્ત થાય છે. અહીં દરેક જીવના નિયમો સરખા છે અને તેનો સમયકાલ પણ નિશ્ચિત છે. જે જીવ જેવા કર્મ કરે છે એ પ્રમાણે તેનું ભાગ્ય લખાય છે અને જે થવાનું હોય તે થઈને જ રહે છે.
આ કહાનીમાં બે દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે, એક સ્વર્ગલોકનું કે જેના દ્વરા ધરતીલોકનું સંચાલન કરવામાં આવે છે. ધરતીલોકના દરેક જીવને તેમાં આવરી લેવામાં આવ્યા છે. આપણે ધરતીલોકના જીવ છીએ અને તેનું સ્વરૂપ ઓળખવા ઈશ્વરે દેહની રચના કરી છે, કોઇપણ દેહમાં રહેલા જીવને નિશ્ચિત સમયે દેહ છોડી અન્ય યોનિમાં પ્રવેશ કરવો જ પડે છે, ચાહે તેની ઈચ્છા હોય કે ન હોય. મનુષ્યગણ પોતાને સર્વશ્રેષ્ઠ ગણવાની ઘેલછામાં એવું કૃત્ય કરી બેસે છે કે આ સૃષ્ટિનો જ વિનાશક અંત આવી જાય છે.
આ બુકમાં લખવામાં આવેલી કહાની ભલે કલ્પના દ્વારા લખાએલી હોય પરંતુ કર્મની હકીકત કોઈ બદલી શકવાનું નથી. કોઈ પણ જીવની એટલી તાકત નથી કે તે સ્વર્ગલોક જોઈને ફરી ધરતીલોક આવે. આપણે તો માત્ર કલ્પના કરી શકીએ બાકી ઈશ્વરે રચેલી આ સૃષ્ટિમાં કોઈ છેડછાડ ન જ કરી શકે.